rakeshbhai rajdev logo

રાકેશ રાજદેવ

એવા વ્યક્તિ કે જે એક NGO દ્વારા સતત સમાજની સુખાકારી માટે 11થી વધુ વર્ષ સુધી સખત મહેનત કરી રહ્યા છે.

તેમનો ધ્યેય અગત્યનો છે

અમે સમાજના દરેક ક્ષેત્રમાંથી આવતા ગરીબોની દુર્દશા સુધારવા હંમેશા તત્પર છીએ, અને તેમની ઉન્નતિ માટે હંમેશા તેમની સાથે છીએ.
Mr. Rakesh Bhai Rajdev (રાકેશ રાજદેવ)
તેમના વિષે
સારા કાર્યોની સૂઝબૂઝ સાથે તેઓએ સમાજમાં હકારાત્મક બદલાવ લાવવાની શરૂઆત કરી છે.

શ્રીમાન રાકેશ રાજદેવ એ વર્તમાન ભારતીય પરિદ્રશ્યમાં દયા, નમ્રતા અને સદભાવનાનું નામ છે. દ્વારકાની પ્રખ્યાત ૩-સ્ટાર હોટલ એટલે કે રોમા ક્રિસ્ટો હોટલ ના માલિક હોવાની સાથે સાથે તેઓ એક સારા વ્યવસાયકાર પણ છે. સમાજનો ચુનંદા વર્ગ અહી સ્વાદિષ્ટ રસોઈનો આહલાદક આનંદ માણે છે.

પરંતુ કેટલાયે લોકો દરરોજ ભૂખ્યા પેટે સુવે છે એનું તેમને દુઃખ છે. ખરેખર તેમની જરૂરીયાતો પરિપૂર્ણ થવી જોઈએ. પોતાના દૈનિક ખર્ચને પહોંચી વળવા માટે જે વ્યક્તિઓ અને પરિવારો અસમર્થ છે, આવા વ્યક્તિઓ અને પરિવારો માટે શ્રી રાકેશ રાજદેવજીએ તેઓના સહાયક બનવાનું નક્કી કર્યું. એક મહાન ઉદ્દેશ્ય સાથે શ્રી રાકેશ રાજદેવજીએ નવેમ્બર ૨૦૧૧માં “કાનુડા મિત્ર મંડળ” નામની સમાજ કલ્યાણની સંસ્થાની સ્થાપના કરી. કોઈ પણ બદલાની આશા વગર સામાજિક ઉત્થાન માટે કામ કરી રહી છે તેવું આ NGOએ સાબિત કર્યું છે.

APM Intl DMCC: ટ્રેડિંગ માટે, જવેલેરી કંપનીઓ, હોલસેલ વ્યવસાયકારો અને આખા વિશ્વમાંથી કોઈ પણ વ્યક્તિ હાઇ ક્વોલિટીના અને રિફાઇન કરેલા સોના/ચાંદીના બુલિયન મેળવી શકે છે.

APM Capital: જે લોકોને સલામત અને સુરક્ષિત રીતે ટ્રેડિંગ કરવું છે તેમના માટે APM Capital એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

APM Bullion: Physical Gold and Silver bullion trading company located in Dubai

Courtyard by Marriott: રાકેશ રાજદેવ ની જ્યોર્જિયા-સ્થિત 5-સ્ટાર હોટેલ

મહામારીના સમયમાં અમારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ

જ્યારે કોવિડ-૧૯ મહામારી ચાલી રહી હતી ત્યારે રાકેશ રાજદેવજી કાનુડા મિત્ર મંડળના સહયોગથી જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સહાયરૂપ સાબિત થયા હતા.

અન્ન વિતરણ

કોરોના વયરસની મહામારી દરમિયાન ખોરાકની ખૂબ જ અછત વર્તાઇ રહી હતી. આ સ્થિતિને નિયંત્રિત કરવા અને ભૂખમરાની સમસ્યાને પહોંચી વળવા માટે અમે ભારતના વિવિધ પ્રદેશોમાં ખાદ્ય વિતરણ કર્યું હતું. કાનુડા મિત્ર મંડળ દ્વારા બનાવવામાં આવેલ અન્નક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં જરૂરિયાતવાળા લોકોએ ભોજન લીધું હતું.

મેડિકલ સહાય

મહામારી દરમિયાન દવાખાનાઓ કોવિડ દર્દીઓથી ખીચો ખીચ ભરેલા હતા. આ હ્રદય કંપાવનારી સ્થિતિને પહોંચી વળવા માટે રાકેશભાઈ રાજદેવજીએ ઘણી બધી હોસ્પિટલ્સમાં અને મેડિકલ કોમ્પલેક્સિસમાં પથરીઓ, ટેસ્ટિંગ કીટ્સ, સેનીટાઈઝર્સ અને કેટલાક મેડિકલ સાધનો પૂરા પાડયા હતા. વધુમાં, તેઓએ ફ્રંટલાઈન હિરોઝ અને પેરામેડિકલ સ્ટાફ માટે વૈભવી ઓરડાઓની વ્યવસ્થા કરાવી હતી.

શૈક્ષણિક સહાય

વિદ્યાર્થીઓ આપણાં સમુદાયના ભવિષ્યના ઝહળતા સિતારાઓ છે. પરંતુ દુઃખથી કહેવું પડે છે કે મહામારીએ સર્જેલી ગરીબીએ તેમને પણ ઝપેટમાં લઈ લીધા હતા. રાકેશ રાજદેવજી આ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધન સહાય આપવા માટે મેદાને પડ્યા હતા. તેઓએ લાયક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ્સ, લંચ બોકસીસ, વોટર બોટલ્સ અને નોટબુક્સ આપી હતી. આથી, રાકેશ રાજદેવજીએ તેમની શૈક્ષણિક યાત્રાને થોભવા ન દીધી.

કરિયાણું

સરકારે જ્યારે “દેશવ્યાપી લોકડાઉન”ની જાહેરાત કરી, ત્યારે આપણાં સમાજના મોટા સમુદાયે તેઓની નોકરીઓ ગુમાવી. રોજમદારોને ખૂબ મોટા પ્રમાણમાં તેની અસર થયેલ હતી. તેથી રાકેશભાઈ રાજદેવજીએ તેમની કેટલીક સંપત્તિ પીડિત પરિવારોને અર્પણ કરી. કાનુડા મિત્ર મંડળના સહયોગથી તેઓએ કરિયાણું મોટા ભાગના વિસ્તારમાં વિતરીત કર્યું હતું. આના દ્વારા તેઓએ વિપુલ પ્રમાણમાં ગરીબોના ઘરના ચૂલાઓને સળગતા રાખ્યા હતા.

મજૂરો માટે ખાસ સહાય

દરેક સમાજમાં મજૂરો પીડિત હોય છે. તેઓ રોજિંદું ગુજરાન ચલાવવા માટે અસમર્થ હોય છે. આવા પરિવારો કોરોના મહામારીમાં બીજા પરિવારોની તુલનામાં વધુ સહન કરતાં હતા. આવા કપરા સમયમાં શ્રીમાન રાકેશ રાજદેવજી મજૂર વર્ગોને પણ મદદરૂપ થયા. તેમના દ્વારા ૩૪ ટ્રેનોમાં ૫૦,૦૦૦ થી પણ વધુ મજૂરોને અનાજ અને સેનિટાઈઝિંગ મટીરિયલ્સ પહોંચાડવામાં આવ્યું હતું.

શરણાર્થીઓને આર્થિક સહાય

શરણાર્થીઓને પણ જીવલેણ કોરોના મહામારીનો ભોગ બન્યા હતા. તેઓને જ્યાં હતા ત્યાં જ રહેવાની ફરજ પડી હતી, કારણકે ત્યારે દેશવ્યાપી લોકડાઉન લાગુ પડી ગયું હતું. પરંતુ ભગવાન તેમના માટે રાકેશ રાજદેવજીના સ્વરૂપમાં આશાના કિરણ તરીકે લાવ્યા. તેમણે શરણાર્થી લોકોને તેમના વતન પરત ફરવાની ખાતરી આપી હતી. તેમણે રાજકોથી ઘણી ટ્રેનો દ્વારા લોકોને તેમના ગામમાં સ્થળાંતરીત કરાવ્યા હતા.